RTE 2009
બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯

મફત અને ફરજિયાત શિક્ષણ અંગે બાળકનો હક-

  • છ થી ચૌદ વર્ષની ઉંમરના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક રહેશે.
  • પેટા કલમ (૧)ના હેતુ સારુ કોઇ બાળકને તેનું પ્રાથમિક શિક્ષણ લેવા અને પૂરું કરવામાંથી અટકાવે તેવી કોઇ પણ પ્રકારની ફી અથવા ચાર્જ અથવા ખર્ચ ચૂકવવા તે જવાબદાર રહેશે નહિ. પરંતુ અશક્તતા ધરાવતી વ્યક્તિઓ (સમાન તક, રક્ષણ અને સંપૂર્ણ સહયોગ અધિનિયમ ૧૯૯૬(૧૯૯૬નો પહેલો)ની કલમ (૨)ના ખંડ (૧)માં વ્યા ખ્યા કર્યા મુજબ અશક્તતાથી પીડાતા બાળકને ઉક્ત અધિનિયમના પ્રકરણ – ૫ની જોગવાઇઓ અનુસાર મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક રહેશે.

પ્રવેશ ન અપાયેલ અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવાં બાળકો માટે ખાસ જોગવાઇઓ-

  • છ વર્ષથી વધુ ઉંમરના કોઇ બાળકને કોઇ શાળામાં પ્રવેશ ન અપાયો હોય અથવા પ્રવેશ અપાયા છતાં, તે તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરી શક્યો / શકી હોય તેને તેની ઉંમરને અનુરૂપ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે.
  • પરંતુ બાળકને તેની ઉંમર મુજબના વર્ગમાં પ્રત્‍યક્ષ પ્રવેશ અપાયો હોય ત્‍યાં તે બાળક બીજા સાથે સમાન રહી શકે તે માટે, નિયત કરવામાં આવે તેવી રીતે અને તેવી સમય-મર્યાદાની અંદર ખાસ તાલીમ મેળવવાનો હક રહેશે.

  • વધુમાં જોગવાઇ એવી છે કે, પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ અપાયેલ બાળક ચૌદ વર્ષ પછી પણ પ્રાથમિક શિક્ષણ પૂરું કરતાં સુધી મફત શિક્ષણ મેળવવાને પાત્ર રહેશે.

બીજી શાળામાં બદલી મેળવવાનો હક-

  • જ્યાં શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે જોગવાઇ ન હોય ત્યાં , આવા બાળકને તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે કલમ – ૨ના ખંડ(થ)ના પેટા ખંડ (૩) અને(૪)માં નિર્દિષ્ટા કરેલી શાળા સિવાયની બીજી કોઇ પણ શાળામાં બદલી મેળવવવાનો હક રહેશે.
  • જ્યાં બાળકને કોઇ ગમે તે કારણસર રાજ્યની અંદર કે રાજ્યની બહાર એક શાળામાંથી બીજી શાળામાં ખસવાનું જરૂરી બને ત્યાં આવા બાળકને તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે કલમ-૨ના ખંડ(થ)ના પેટા ખંડ(૩) અને (૪)માં નિર્દિષ્ટન કરેલી શાળા સિવાયની બીજી કોઇ શાળામાં પ્રવેશ મેળવવાનો હક રહેશે.
  • આવી બીજી શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છકતું હોય, આવું બાળક જ્યાં તે છેલ્લેા પ્રવેશ મળ્યો હોય તેવી શાળાના મુખ્યર શિક્ષક અથવા શાળાના પ્રભારી (ઇન્ચાબર્જ) તરત બદલી પ્રમાણપત્ર કાઢી આપશે.

પરંતુ બદલી પ્રમાણપત્ર રજૂ કરવામાં વિલંબને આવી બીજી શાળામાં પ્રવેશ આપવામાં વિલંબ કરવા કે નકારવા માટેનું કારણ નહિ રહે.

વધુમાં જોગવાઇ એવી છે કે, બદલી પ્રમાણપત્ર કાઢી આપવામાં વિલંબ કરનાર મુખ્‍ય શિક્ષક અથવા શાળાના પ્રભારી સામે તેમને લાગુ પડતા સેવા નિયમો અનુસાર શિસ્‍ત વિષયક પગલાં લઇ શકાશે.

મફત અને ફરિજયાત શિક્ષણ માટે શાળાની જવાબદારીનું પ્રમાણ-

  • આ અધિનિયમના હેતુસર શાળા –
    • તેમાં દાખલ કરેલા બધા વિદ્યાર્થીઓને કલમ – ૨ના ખંડ(થ)ના પેટા ખંડ (૧)માં નિર્દિષ્ટય કરેલ મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે.
    • તેમાં દાખલ કરેલાં બાળકોના અમુક પ્રમાણને ઓછામાં ઓછા ૨૫ ટકાને આધિન રહીને તેના વાર્ષિક આવર્તક ખર્ચ માટે મળેલી તેની વાર્ષિક આવર્તક સહાય અથવા ગ્રાન્ટખ તરીકે કલમ-૨ના ખંડ(થ)ના પેટા ખંડ(૨)માં નિર્દિષ્ટઅ કરેલ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડશે.
    • નબળા વર્ગના અને વંચિત બાળકોને નજીકની શાળામાં તે વર્ગનાં બાળકોની કુલ સંખ્યાાના ઓછામાં ઓછા પચીસ ટકા બાળકોને કલમ – ૨ના ખંડ(થ)ના પેટા ખંડ(૩) અને (૪)માં નિર્દિષ્ટા કરેલ ધોરણ ૧માં દાખલ કરશે અને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી તે શિક્ષણ પૂરું પાડશે. પરંતુ વધુમાં કલમ – ૨ના ખંડ(થ)માં નિર્દિષ્ટં કરેલી શાળા પૂર્વ-શાળા શિક્ષણ પૂરું પાડતી હોય ત્યાંઓ આવી પૂર્વ – શાળા શિક્ષણમાં પ્રવેશ માટે ખંડ(ક)થી (ગ)ની જોગવાઇઓ લાગુ પડશે.
  • 2. પેટા કલમ(૧)ના ખંડ(ગ)માં નિર્દિષ્ટા કર્યા મુજબ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડતી કલમ-૨ના ખંડ(થ)ના પેટા ખંડ(૪)માં નિર્દિષ્‍ટ કરેલી શાળા, રાજ્યે કરેલ બાળક દીઠ ખર્ચના પ્રમાણમાં અથવા બાળક પાસેથી ચાર્જ કરેલ ખરેખર રકમ એ બેમાંથી ઓછી હોય તેટલી રકમ નિયત કરવામાં આવે તે રીતે ભરપાઇ કરશે. પરંતુ આવી ભરપાઇ કરવાની, રકમ કલમ-૨ના ખંડ(થ)ના પેટા ખંડ (૧)ના નિર્દિષ્ટ કરેલા બાળક દીઠ ખર્ચ કરતાં વધશે નહિ.

    પરંતુ વધુમાં, કોઇ જમીન, મકાન, સાધનસામગ્રી અથવા બીજી સગવડો વિના મૂલ્‍યે અથવા રાહતના દરે મેળવી હોવાના કારણે બાળકોની નિર્દિષ્‍ટ સંખ્‍યાને મફત શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી આવી શાળા ધરાવતી હોય ત્‍યાં આવી શાળા આવી જવાબદારીના પ્રમાણમાં રકમ ભરપાઇ મેળવવા હકદાર રહેશે નહિ.
  • દરેક શાળા યોગ્‍ય સરકાર અથવા સ્‍થાનિક સત્તાતંત્રને જરૂરી હોય તેવી માહિતી પૂરી પાડશે.

 

પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્યપદ્ધતિ નહિ -

  • કોઇ શાળા અથવા વ્યેક્તિ બાળકને દાખલ કરતી વખતે કોઇ માથાદીઠ ફી વસૂલ કરશે નહિ અથવા તેનાં માતા-પિતા/વાલીને તપાસ કાર્યપદ્ધતિમાંથી પસાર થવાને આધીન કરશે નહિ.
  • કોઇ શાળા અથવા વ્યેક્તિ પેટા-કલમ(૧)ની જોગવાઇનું ઉલ્લં ઘન કરીને –
    • માથાદીઠ ફી મેળવે તો તેને દંડની સજા થઇ શકે, જે વસૂલ કરેલી માથાદીઠ ફીના ૧૦ ગુણોત્તર સુધી થઇ શકશે.
    • બાળકને તપાસ કાર્યપદ્ધતિને આધીન કરે તેને પ્રથમ ઉલ્લંસઘન બદલ રૂપિયા પચીસ હજાર અને દરેક પછીના ઉલ્લં ઘન બદલ રૂપિયા પચાસ હજાર સુધીનો દંડ થઇ શકશે.

પ્રવેશ માટે ઉંમરની સાબિતી

  • પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશના હેતુ માટે, બાળકની જન્મ, મરણ અને લગ્‍ન નોંધણી અધિનિયમ, ૧૮૮૬(૧૮૮૬નો છઠ્ઠો)ની જોગવાઇઓ અનુસાર આપેલા જન્‍મ પ્રમાણપત્રના આધારે અથવા નિયત કરવામાં આવે તેવા બીજા કોઇ દસ્‍તાવેજના આધારે નક્કી કરવામાં આવશે.
  • ઉંમરની સાબિતીના અભાવે કોઇ બાળકને શાળામાં પ્રવેશનો ઇન્‍કાર કરાશે નહિ.


પ્રવેશની ના પાડવી.નહિ-

બાળકને શૈક્ષણિક વર્ષની શરૂઆત વખતે અથવા નિયત કરવામાં આવે તેટલા લંબાવેલા સમયની અંદર દાખલ કરવામાં આવશે.
પરંતુ લંબાવેલા સમય પછી આવો પ્રવેશ માંગવામાં આવે તો કોઇ બાળકને પ્રવેશ માટે ઇન્‍કાર કરાશે નહિ.

વધુમાં જોગવાઇ એવી છે કે, કોઇ બાળકને લંબાવેલા સમય પછી પ્રવેશ આપવામાં આવે તેણે યોગ્‍ય સરકાર ઠરાવે તેવી રીતે તેનો અભ્‍યાસ પૂરો કરવાનો રહેશે.


બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ-

  • કોઇ પણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કરાશે નહિ.
  • પેટા-કલમ(૧)ની જોગવાઇનો જે કોઇ ભંગ કરશે તેવી વ્યનક્તિ સામે આવી વ્ય્ક્તિને લાગુ પડતા સેવા નિયમો હેઠળ શિસ્તરવિષયક પગલાં લઇ શકાશે.


શાળા વ્ય વસ્થાશ સમિતિ-

  • કલમ -૨ના ખંડ(થ)ના પેટા ખંડ(૪)માં નિર્દિષ્‍ટ કરેલી શાળા સિવાયની શાળા, સ્‍થાનિક સત્તાતંત્રનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આવી શાળામાં દાખલ કરેલાં બાળકોનાં માતા-પિતા અથવા વાલી અને શિક્ષકોની બનેલી શાળા વ્‍યવસ્‍થા સમિતિની રચના કરશે.

પરંતુ આવી સમિતિના ઓછામાં ઓછા ૩/૪ સભ્‍યો બાળકોનાં માતા-પિતા અથવા વાલી રહશે.
પરંતુ વધુમાં, વંચિત જૂથ અને નબળા વિભાગનાં બાળકોનાં માતા-પિતા અથવા વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્‍વ આપવામાં આવશે. પરંતુ વધુમાં, આવી સમિતિના પચાસ ટકા સ્‍ભ્‍યોશ્રીઓ રહેશે.

 

શાળા વ્‍યવસ્‍થા સમિતિ નીચેનાં કાર્યો કરશે

  • શાળાની કામગીરી પર દેખરેખ-નિયંત્રણ રાખશે.
  • શાળા વિકાસ યોજના તૈયાર કરી તેની ભલામણ કરશે.
  • યોગ્ય્ સરકાર અથવા સ્થાદનિક સત્તાતંત્ર અથવા બીજા કોઇ સ્ત્રો તમાંથી મળેલી ગ્રાન્ટકના ઉપયોગ પર દેખરેખ નિયંત્રણ રાખશે.
  • નિયત કરવામાં આવે તેવાં બીજાં કાર્યો કરશે.

શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ-

  • કલમ-૨૩ની પેટા કલમ(૧) હેઠળ નિમાયેલ શિક્ષક નીચેની ફરજો બજાવશે.
    • શાળામાં હાજર રહેવામાં નિયમિત રહેશે અને સમયનું પાલન કરશે.
    • કલમ-૨૯ની પેટા કલમ(૨)ની જોગવાઇઓ અનુસાર અભ્‍યાસક્રમ ચલાવશે અને પૂરો કરશે.
    • નિર્દિષ્‍ટ સમયની અંદર સંપૂર્ણ અભ્‍યાસક્રમ પૂરો કરશે.
    • દરેક બાળકની ભણવાની શક્તિનો ક્યાસ કાઢી તદ્દનુસાર વધારાની શિક્ષણની જરૂરિયાત હોય તો તેમાં પૂરક બનશે.
    • બાળકોનાં માતા-પિતા અને વાલીઓ સાથે નિયમિત બેઠકો યોજી બાળકની હાજરીની નિયમિતતા, ભણવાની શક્તિ, ભણવામાં સાધેલી પ્રગતિ અને બાળક અંગે બીજી કોઇ પ્રસ્‍તુત માહિતી જણાવશે; અને
    • નિયત કરવામાં આવે તેવી બીજી કોઇ ફરજો બજાવશે.
  • પેટા કલમ(૧)માં નિર્દિષ્‍ટ કરેલી ફરજ શિક્ષક ન બજાવે તો તેને લાગુ પડતા સેવા નિયમો અનુસાર તેની સામે શિસ્‍ત વિષયક પગલાં લઇ શકાશે; પરંતુ આવાં શિસ્‍ત વિષયક પગલાં લેતાં પ્‍હેલાં આવા શિક્ષકને સાંભળવાની યોગ્‍ય તક આપવામાં આવશે;
  • શિક્ષકની કોઇ ફરિયાદ હોય, તો તેનું નિયત કરવામાં આવે તે રીતે નિવારણ કરવામાં આવશે.

શિક્ષકોના ખાનગી ટ્યુશન ઉપર પ્રતિબંધ-
કોઇ પણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિમાં કામ કરશે નહિ.