Activities
સ્કૂલ બોર્ડ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ

  • માટીને નમન શહીદોને વંદન
    View More Photosનિકોલ વિધાનસભામાં સમાવિષ્ટ વિરાટનગર વોર્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત લીલાનગર શાળા નં. ૨ (ગુજરાતી માધ્યમ) ને " શહીદ વીર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા" તથા લીલાનગર પબ્લિક સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ને "શહીદ વીર શશીપ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપૂત" નામાભિધાન કાર્યક્રમ ગુજરાત રાજ્યના સહકારિતા મંત્રીશ્રી માનનીય જગદીશભાઈ પંચાલજી ની ઉપસ્થિતિમાં યોજાયો.
    આ પ્રસંગે મેયરશ્રી કિરીટભાઈ પરમાર, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી હિતેષભાઈ બારોટ, શાશક પક્ષના નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, AMC સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, AMTS ના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ, સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, AMC વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ, મ્યુ. કાઉન્સિલરશ્રીઓ, સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ, સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઇ, શહીદ પરિવારના વડિલશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, સ્કૂલબોર્ડના અધિકારીશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

  • શહીદ પરિવારોનું સન્માન અને ઉજ્જવળ કારકિર્દી ધરાવતા મ્યુનિ. સ્કૂલ બોર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો
    સન્માન કાર્યક્રમ
    View More Photosશહીદ પરિવારોનું સન્માન અને ઉજ્જવળ કારકિર્દી ધરાવતા મ્યુનિ. સ્કૂલ બોર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના સહકારિતા મંત્રીશ્રી માન. જગદીશભાઈ પંચાલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. આ ગૌરવપ્રદ કાર્યક્રમમાં મેયરશ્રી કિરીટભાઈ પરમાર , સાંસદસભ્યો શ્રી ડૉ. કિરીટભાઈ સોલંકી , નરહરી અમીન , ધારાસભ્યશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ ,ડૉ. હસમુખભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ , શ્રી કૌશિક જૈન, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, ડેેપુટી મેયરશ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી હિતેષભાઈ બારોટ, શાશક પક્ષના નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડકશ્રી અરુણસિંહ રાજપૂત ,સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઇ, સ્કૂલ બોર્ડ સભ્યશ્રીઓ, શહિદ પરિવારના સભ્યશ્રીઓ, મ્યુ. કાઉન્સિલરશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

  • દેશભક્તિ ગીતોની કૃતિઓ અને તેની સ્પર્ધા
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતોની કૃતિઓ અને તેની સ્પર્ધા યોજવામાં આવી. સ્પર્ધા માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને કોર્પોરેશનનાં પદાધિકારીઓ, સ્કુલબોર્ડ ચેરમેનશ્રી , વાઈસ ચેરમેનશ્રી અને શાસનાધિકારીશ્રીનાં હસ્તે પ્રેરણાત્મક પુરષ્કાર આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો.

  • “તિરંગા યાત્રા” કાર્યક્રમ
    View More Photosભારતની આઝાદીના 75માં વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે “આઝાદી કા અમૃત મહોત્સવ“ની ઉજવણી અન્વયે વિવિધ દેશભક્તિના કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે માતૃભૂમિને સામૂહિક વંદના કાર્યક્રમ ‘મિટ્ટી કો નમન, વીરો કો નમન’ ના ઉદ્દેશ સાથે ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત મ્યુ. કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “તિરંગા યાત્રા” કાર્યક્રમ યોજાયો.
    આ કાર્યક્રમમાં શ્રી કૌશિકભાઈ જૈન (માન. ધારાસભ્યશ્રી), ડેપ્યુટી મેયરશ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી હિતેષભાઈ બારોટ, શાશક પક્ષના નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડકશ્રી અરુણસિંહ રાજપૂત, સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, ઉત્તર પશ્ચિમ ઝોનનાં ડેપ્યુટી મ્યુ. કમિશ્નરશ્રી પ્રવીણભાઈ ચૌધરી, સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઇ, સ્કૂલબોર્ડ સભ્યશ્રીઓ, મ્યુ. કાઉન્સીલરશ્રીઓ, સ્કૂલ બોર્ડના અધિકારીગણ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

  • જિલ્લાફેર બદલીથી આવેલ તમામ શિક્ષકોનો પરિચય કાર્યક્રમ
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ માં જિલ્લાફેર બદલીથી આવેલ તમામ શિક્ષકોનો પરિચય કાર્યક્રમ યોજાયો. આ પરિચય કાર્યક્રમમાં અમદાવાદ મ્યુ સ્કુલબોર્ડ ચેરમેન ડૉ. સુજય મહેતા , વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઇ સેવક, શાસનાધિકારી ડૉ. એલ. ડી. દેસાઈ, નાયબ શાસનાધિકારી, દરેક ઝોનનાં મદદનીશ શાસનાધિકારીશ્રીઓ, સુપરવાઈઝરશ્રીઓ અને નૂતન તાલીમ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

  • હીયરીંગ ડીવાઈઝનું વિતરણ કાર્યક્રમ
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના “દિવ્યાંગ" બાળકોને PRUDENT કંપની દ્વારા નિ:શુલ્ક "હીયરીંગ ડીવાઈઝ"નું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુ. સ્કુલબોર્ડ ચેરમેન ડૉ. સુજય મહેતા, વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક ,શાસનાધિકારી શ્રી એલ.ડી. દેસાઈ, સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌધરી, શ્રી ધર્મેન્દ્રભાઈ મિશ્રા, શ્રી નવીનભાઈ પટેલ, શ્રી જીગરભાઈ શાહ, શ્રી શિક્ષા ઠાકુર(પ્રુડેન્ટ), ડૉ. હર્ષદ શાહ (ઇન્ડિયન રેડકોસ સોસાયટી), ડો. વિશ્વાસ અમીન, શ્રી કનિષ્કભાઈ અને શ્રી રાજ શાહ (વી હિયર) ઉપસ્થિત રહ્યા.

  • સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી અનિલ બેનીવાલ તરફથી શાળાના ૧૧૦૦ વિધાર્થીઓને સ્કૂલ શુઝનું
    વિતરણ
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની બાપુનગર ગુજરાતી શાળા નં -૫ ,બાપુનગર હિન્દી શાળા નં -૧ ,બાપુનગર ઉર્દુ શાળા નં-૪ અને રખિયાલ હિન્દી શાળા નં -૧માં સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી અનિલ બેનીવાલ તરફથી શાળાના ૧૧૦૦ વિધાર્થીઓને સ્કૂલ શુઝનું વિતરણ કરવામાં આવ્યું.
    આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માન.પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા ,અમદાવાદનાં માન.મેયરશ્રી કિરીટભાઈ પરમાર,બાપુનગર વિધાનસભાનાં માન. ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુશવાહ, ભાજપ શહેર મહામંત્રી પરેશભાઈ લાખાણી, અમદાવાદ મ્યુ.. સ્કુલબોર્ડ ચેરમેન ડૉ. સુજય મહેતા, EWS હાઉસિંગ (પ્રધાનમંત્રી આવાસ યોજના)કમિટીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પેથાણી ,વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક , ડેપ્યુટી ચેરમેન હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી શ્રી પ્રકાશભાઇ ગુર્જર , અને શાસનાધિકારી શ્રી એલ.ડી. દેસાઈ તથા સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તેમજ દાતા શ્રી અનિલભાઈ બેનિવાલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.

  • સામાન્ય સભા - વિદાય સમારંભ
    View More PhotosAMC સ્કુલ બોર્ડની સામાન્ય સભામાં AMC સ્કુલ બોર્ડનાં નાયબ શાસનાધિકારી ડૉ .અશ્વિનભાઈ ત્રિવેદીનો વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગે માન. સ્કૂલ બોર્ડના ડી,વાય.એમ.સી. શ્રી સી.એમ. ત્રિવેદી , માન. મ્યુ. સેક્રેટરી AMC શ્રી અરુણભાઈ પંડ્યા , માન. સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, , માન. સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, માન. સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઇ, , સ્કૂલબોર્ડના સર્વે સભ્યશ્રીઓ ,નાયબ શાસનાધિકારીશ્રીઓ, મદદનીશ શાસનાધિકારીશ્રીઓ , સુપરવાઈઝરશ્રીઓ, પેન્શન મંડળના આગેવાનશ્રીઓ તેમજ ઓફીસ સ્ટાફ સર્વે હાજર રહયાં હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સર્વે સ્ટાફ તરફથી આપશ્રીનું નિવૃત્તિ પછી નું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિ મય રહે તેવી શુભેચ્છા...

  • ગોમતીપુર રાજપુર શાળા નંબર -3 ઓનલાઇન શિક્ષણ માટે પ્રોજેક્ટર - ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ
    View More Photosઅમદાવાદ પશ્ચિમના માન. સંસદસભ્ય શ્રી કિરીટભાઈ સોલંકીજી ની પ્રેરણાથી અને તેમની વિશેષ ઉપસ્થિતિમાં ONGC અને પ્રોમિસિંગ ઇન્ડિયાના CSR ફંડ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ લોકસભા વિસ્તારમાં આવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં "ઓનલાઇન શિક્ષણ માટે પ્રોજેક્ટર - ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ" નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત ગોમતીપુર/ રાજપુર શાળા નંબર -3 ખાતે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં AMC સ્કૂલ બોર્ડ ચેરમેન ડો. સુજય મહેતા, વાઇસ ચેરમેન શ્રી વિપુલ સેવક, શાશનાધિકારી શ્રી એલ.ડી. દેસાઈ, પૂર્વ ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘેલા, શ્રી નરેશભાઈ વ્યાસ, શ્રી વિક્રમભાઈ ચૌહાણ, સ્કૂલ બોર્ડ સભ્યશ્રી લીલાધરભાઇ ખડકે, મ્યુ. કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સ્કૂલ બોર્ડના અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલી ગણ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

  • પુષ્યનક્ષત્ર નિમિત્તે સુવર્ણ પ્રાશનના ટીપાનો બીજો ડોઝ આપવાનો કાયૅક્રમ
    View More Photosસાબરમતી વિધાનસભાના ધારાસભ્યશ્રી ડો. હર્ષદભાઈ પટેલજી ની પ્રેરણાથી અને વિશેષ ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભામાં સમાવિષ્ટ મ્યુ. શાળાના ૬૦૦૦ વિદ્યાર્થીઓને "પુષ્યનક્ષત્ર નિમિત્તે સુવર્ણ પ્રાશનના ટીપાનો બીજો ડોઝ" આપવાનો કાયૅક્રમ ડી-કેબીન ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં AMC દંડક શ્રી અરૂણસિંહ રાજપૂત, AMC સ્કૂલ બોર્ડ ચેરમેન ડો. સુજય મહેતા, વાઇસ ચેરમેન શ્રી વિપુલ સેવક, શાશનાધિકારી શ્રી એલ.ડી. દેસાઈ, મ્યુ. કાઉન્સિલરશ્રી રાકેશભાઈ, રીટાબેન, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સ્કૂલ બોર્ડના અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલી ગણ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

  • જોધપુર પ્રાથમિક શાળા નંબર - 2 ખાતે ગણિત પ્રયોગશાળા
    View More Photosવેજલપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી Amit Thaker ના જન્મદિવસ નિમિત્તે તેમની પ્રેરણાથી ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જોધપુર પ્રાથમિક શાળા નંબર - 2 ખાતે ગણિત પ્રયોગશાળા અર્પણ કરાઈ.
    આ કાર્યક્રમમાં AMC મટીરીયલ મેનેજમન્ટ એન્ડ પરચેઝ કમિટી ચેરમેનશ્રી આશિષ પટેલ, શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઇ, મ્યુ. કાઉન્સિલરશ્રી પ્રવિણાબેન પટેલ, સ્કૂલબોર્ડ સભ્યશ્રી અભયભાઈ વ્યાસ, શ્રી ઘનશ્યામભાઈ પટેલ, જોધપુર વોર્ડ ભાજપ પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, સ્કૂલ બોર્ડના અધિકારીશ્રીઓ, ઝોનની શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને વાલીગણ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના અદ્યતન ભવનનું ભૂમિપૂજન
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના અદ્યતન ભવનનું "ભૂમિપૂજન" માન. મેયરશ્રી કિરીટકુમાર પરમારની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. આ પ્રસંગે માન. સંસદસભ્ય ડૉ. કિરીટભાઈ સોલંકી ,માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી હિતેષભાઈ બારોટ, માન. નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, માન દંડકશ્રી અરુણસિંહ રાજપૂત , માન. સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, માન. AMTS ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ, માન. સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, માન. સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઇ, મ્યુ. કાઉન્સિલરશ્રીઓ, સ્કૂલબોર્ડ સર્વે સભ્યશ્રીઓ ,નાયબ શાસનાધિકારીશ્રીઓ, મદદનીશ શાસનાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

  • વિશ્વ યોગ દિન તથા સુવર્ણ પ્રાશન સંસ્કાર કાર્યક્રમ
    View More Photosપશ્ચિમ ઝોન-2 ની સાબરમતી વિધાનસભાની રાણીપ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિન તથા સુવર્ણ પ્રાશન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાબરમતી વિધાનસભાના માન. ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ , સ્કુલ બોર્ડના માન.ચેરમેન ડૉ સુજય ભાઈ મહેતા , માન. શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઈ ,સહકાર ભારતી ટ્રસ્ટ ના રાષ્ટ્રીય મહામંત્રી શ્રીજીતેન્દ્રભાઈ વ્યાસ, સભ્યશ્રી નવીનભાઈ પટેલ તથા શ્રી ઘનશ્યામભાઈ પટેલ,રાણીપ વોર્ડ પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ તથા પૂર્વ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ હાજર રહ્યા. સર્વ મેહમાનશ્રીઓએ ઉપસ્થિત રહી બાળકોને યોગ અને સ્વાસ્થ્ય માટે પ્રોત્સાહિત કર્યા. તેમજ શાળાના તેજસ્વી બાળકોને નોટબુક સેટ નું વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું. યોગ પ્રદર્શન અને સુવર્ણ પ્રાશન સંસ્કાર દ્વારા બાળકોને યોગ અને સ્વાસ્થ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.