Activities
સ્કૂલ બોર્ડ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ

 • ભિક્ષા નહીં શિક્ષા - સિગ્નલ સ્કૂલના બાળકોનો પ્રવેશોત્સવ.
  View More Photos પંડિત દીનદયાળ ઓડિટોરિયમ, બોડકદેવ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ની ગરિમામયી ઉપસ્થિતિમાં અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદકુમારજી ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ મેયર શ્રી કિરીટભાઈ પરમાર અને શ્રી લોચન સહેરા (મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, A.M.C.) ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા સંચાલિત સિગ્નલ સ્કુલમાં હાલ અભ્યાસ કરતા 139 વિદ્યાર્થીઓને નજીકની અ.મ્યુ.કો. ની શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો અને નવા 101 બાળકોને સિગ્નલ સ્કૂલમાં પ્રવેશ કરાવવામાં આવ્યો.

 • કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022
  View More Photos તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ વર્ષ 2003 થી કંડારેલી કેડી આગળ વધારતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદમાં પ્રાથમિક શાળા ખાતે આત્મીયભાવે - સ્નેહભાવથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી , તેમજ રાજય સરકારના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, મ્યુનિ. કાઉન્સિલરશ્રીઓ , ટિમ સ્કુલ બોર્ડ , સામાજિક સંસ્થાના આગેવાનશ્રીઓ, અને વાલીઓ ઉપસ્થિત રહી પ્રવેશપાત્ર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.

 • મેમનગર અનુપમ (સ્માર્ટ) પ્રાથમિક શાળાનું લોકાર્પણ. - કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022
  View More Photos મેમનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત મેમનગર પ્રાથમિક (અનુપમ) શાળાના કન્યા કેળવણી મહોત્સવનો અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવી મેમનગર સ્માર્ટ (અનુપમ) શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

 • શ્રી જીતુભાઇ વાઘાણીજી દ્વારા સિગ્નલ સ્કૂલ ને પ્રશસ્તિ પત્ર એનાયત કરીને તેની પ્રશંસા કરવામાં આવી

  View More Photosરાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીજી દ્વારા અમદવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચલાવવામાં આવતા સિગ્નલ સ્કૂલ ને પ્રશસ્તિ પત્ર એનાયત કરીને તેની પ્રશંસા કરવામાં આવી. આ પ્રસંગે મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સાશક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન ડો. સુજયભાઈ મહેતા, વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક અને શાસનાધિકારી શ્રી એલ.ડી.દેસાઈ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


 • "સરસપુર અનુપમ (સ્માર્ટ) શાળા નંબર ૨૬/૭ નું લોકાર્પણ"

  View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ,અમદાવાદ દ્વારા સંચાલિત સરસપુર અનુપમ (સ્માર્ટ) શાળા નંબર ૨૬/૭ નું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમમાં મહેમાનશ્રીઓનું સુપોષણ અભિયાન અંતર્ગત ફ્રૂટ બાસ્કેટથી સન્માન કરવામાં આવ્યું અને તે ફ્રૂટ બાસ્કેટ ઉપસ્થિત સિગ્નલ સ્કૂલના બાળકોને આપવામાં આવ્યા. આ પ્રસંગે શ્રી કિરીટકુમાર જીવણલાલ પરમાર (મેયરશ્રી, અમદાવાદ શહેર) , શ્રી હસમુખભાઇ પટેલ (સંસદસભ્યશ્રી, અમદાવાદ પૂર્વ) , શ્રી લોચન સહેરા (મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, A.M.C.) શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ (માન. પૂર્વ અધ્યક્ષશ્રી ઔડા તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ, ભાજપ ગુજરાત) , શ્રી હિતેશભાઈ બારોટ (ચેરમેન શ્રી સ્ટેન્ડીંગ કમિટી), શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ (નેતાશ્રી), શ્રી અરુણસિંહ રાજપૂત (દંડકશ્રી A.M.C.), ડો. સુજય મહેતા (સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડ ), શ્રી વલ્લલ્ભભાઈ પટેલ (ચેરમેનશ્રી A.M.T.S.), શ્રી વિપુલભાઈ સેવક (વાઇસ ચેરમેનશ્રી સ્કૂલ બોર્ડ ), શ્રી પ્રવીણ ચૌધરી (ડેપ્યુટી કમિ.શ્રી A.M.C.), ડૉ. એલ.ડી. દેસાઇ (શાસનાધિકારીશ્રી , સ્કૂલ બોર્ડ ), શ્રી દિપકભાઇ મિસ્ત્રી (માન. ડે.મ્યુનિ. કમિશનર), વિવિધ સમિતિઓના ચેરપર્સનશ્રી, વાઇસ ચેરપર્સનશ્રી, સ્કૂલબોર્ડના સભ્યશ્રીઓ, સ્થાનિક મ્યુ. કાઉન્સિલરશ્રીઓ, એસ.એમ.સી. સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો , શિક્ષકશ્રીઓ , વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ ખુબ મોટી સંખ્યામાં હાજરી આપી પ્રસંગની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.


 • મણીનગર પ્રાથમિક (અનુપમ) શાળા નં ૬ મણીનગર પબ્લિક (સ્માર્ટ શાળા)નું લોકાર્પણ

  View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ,અમદાવાદ દ્વારા સંચાલિત મણીનગર પ્રાથમિક (અનુપમ) શાળા નં ૬ મણીનગર પબ્લિક (સ્માર્ટ શાળા) નું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમમાં મહેમાનશ્રીઓનું સુપોષણ અભિયાન અંતર્ગત ફ્રૂટ બાસ્કેટથી સન્માન કરવામાં આવ્યું અને તે ફ્રૂટ બાસ્કેટ ઉપસ્થિત સિગ્નલ સ્કૂલના બાળકોને આપવામાં આવ્યા. આ પ્રસંગે શ્રી કિરીટકુમાર જીવણલાલ પરમાર (મેયરશ્રી, અમદાવાદ શહેર) , ડો.કિરીટભાઈ સોલંકી (માન.સંસદસભ્યશ્રી, અમદાવાદ પશ્ચિમ), શ્રી સુરેશભાઇ પટેલ (માન. ધારાસભ્યશ્રી, મણિનગર વિધાનસભા) , શ્રી લોચન સહેરા (મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, A.M.C.) , શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ ( પ્રદેશ સહ કોષાધ્યક્ષશ્રી ભાજપ), શ્રી હિતેશભાઈ બારોટ (ચેરમેન શ્રી સ્ટેન્ડીંગ કમિટી), અમુલભાઈ ભટ્ટ(પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી), શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ (નેતાશ્રી), શ્રી અરુણસિંહ રાજપૂત (દંડકશ્રી A.M.C.), ડો. સુજય મહેતા (સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડ ), શ્રી વલ્લલ્ભભાઈ પટેલ (ચેરમેનશ્રી A.M.T.S.), શ્રી વિપુલભાઈ સેવક (વાઇસ ચેરમેનશ્રી સ્કૂલ બોર્ડ ), શ્રી પ્રવીણ ચૌધરી (ડેપ્યુટી કમિ.શ્રી A.M.C.), ડૉ. એલ.ડી. દેસાઇ (શાસનાધિકારીશ્રી , સ્કૂલ બોર્ડ ), શ્રી દિપકભાઇ મિસ્ત્રી (માન. ડે.મ્યુનિ. કમિશનર વિવિધ સમિતિઓના ચેરપર્સનશ્રી, વાઇસ ચેરપર્સનશ્રી, સ્કૂલબોર્ડના સભ્યશ્રીઓ, સ્થાનિક મ્યુ. કાઉન્સિલરશ્રીઓ, એસ.એમ.સી. સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો , શિક્ષકશ્રીઓ , વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ ખુબ મોટી સંખ્યામાં હાજરી આપી પ્રસંગની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.


 • વિદ્યાસહાયક પૂરા પગારી હુકમ વિતરણ સમારોહ -૨૦૨૨

  View More Photosવિદ્યાસહાયક પૂરા પગારી હુકમ વિતરણ સમારોહ -૨૦૨૨ નો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માનનીય શિક્ષણમંત્રીશ્રી જીતુ વાઘાણીજી ની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી સુજયભાઈ મેહતા, વાઈસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, શાસનાધિકારીશ્રી ડૉ. એલ. ડી. દેસાઈ, સ્કુલબોર્ડ અધિકારીશ્રીઓ ,સ્કૂલબોર્ડ સભ્યશ્રીઓ તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં.

  આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ૯૭ વિદ્યાસહાયકશ્રીઓને નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમો એનાયત કરવામાં આવ્યાં.

 • શીલજ અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ
  View More Photosઉત્તરપ્રદેશના રાજ્યપાલશ્રી આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલ ની અધ્યક્ષતામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા સંચાલિત શીલજ અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ, સિગ્નલ સ્કૂલના બાળકોને શિક્ષણ સહાય માટે પ્રોત્સાહન રકમનું પ્રશસ્તિપત્ર, સ્કૂલ બોર્ડ થીમ સોંગ અને સ્કૂલ બોર્ડ 200 દિવસની પ્રતિબદ્ધતા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ લોન્ચ કાર્યક્રમ કરાયો. આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર (ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ,વૈધાનિક અને સંસદીય બાબતો), મેયર શ્રી કિરીટભાઈ પરમાર, પ્રદેશ ભાજપના સહ-કોષાધ્યક્ષ શ્રી ધમેન્દ્રભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ , ધારાસભ્યશ્રી સુરેશભાઈ પટેલ, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ , નેતા શ્રી ભાસ્કર ભટ્ટ , દંડક શ્રી અરુણસિંહ રાજપૂત , સ્કૂલ બોર્ડ ચેરમેન શ્રી ડો. સુજય મેહતા , વાઇસ ચેરમેન શ્રી વિપુલ સેવક , સ્કૂલબોર્ડ શાસનાધિકારીશ્રી ડો. એલ.ડી. દેસાઈ , તેમજ શીલજ તથા અન્ય વોર્ડ ના કાઉન્સિલશ્રીઓ ,સ્કૂલ બોર્ડ અધિકારીઓ , કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અને શિક્ષકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 • વિશ્વ જળ દીવસ નિમિતે વિવિધ સ્પર્ધાઓ
  View More Photos

  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત શાળાઓ માં 'વિશ્વ જળ દીવસ _ ૨૦૨૦' નિમિતે દરેક ઝોન દ્વારા નિબંધ સ્પર્ધા , વક્તૃત્વ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં કરવામાં આવ્યું.


 • વિદ્યા સમીક્ષા કેન્દ્ર જીવંત પ્રસારણ કાર્યક્રમ
  View More Photos

  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ,અમદાવાદ દ્વારા શહેર ક્ક્ષાએ નવા વાડજ હિન્દી શાળા નં -1 માં ભારત દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી @narendramodi દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતેની પ્રેરક મુલાકાતનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો.

  આ કાર્યક્રમમાં અમદાવાદના ડે.મેયરશ્રી ગીતાબેન પટેલ , સ્ટેન્ડીગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, નેતાશ્રી ભાસ્કર ભટ્ટ , દંડકશ્રી અરુણસિંહ રાજપૂત, સ્કૂલ બોર્ડ ચેરમેન શ્રી ડો. સુજય મેહતા , વાઇસ ચેરમેનશ્રી વિપુલ સેવક , સ્કૂલબોર્ડ શાસનાધિકારીશ્રી ડો. એલ.ડી. દેસાઈ ,રેવન્યુ કમિટી ડે. ચેરમેનશ્રી પ્રદીપભાઈ દવે, જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી હિતેષભાઈ પઢેરિયા, તેમજ નવા વાડજ તથા અન્ય વોર્ડ ના કાઉન્સિલશ્રીઓ ,સ્કૂલ બોર્ડ અધિકારીઓ , કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ એસ.એમ.સી.સભ્યો, શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં બાળકોએ જીવંત પ્રસારણનો લાભ લીધો હતો.

 • સાયન્સસીટીની શૈક્ષણિક મુલાકાત
  View More Photos

  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ,અમદાવાદ ના સુંદર આયોજન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનની હેબતપુર પ્રાથમિક શાળાના કુલ 148 બાળકોએ સાયન્સ સીટી શૈક્ષણિક મુલાકાતનો અનેરો લહાવો લીધો.
  જ્યાં રોબોટિક્સ ગેલેરી ,ઍકવેરિયમ, નેચર પાર્ક નિહાળી તેમજ માર્ગદર્શન મેળવી બાળકો ખુબજ આનંદિત થયા હતા.


 • પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨ કાર્યક્રમ
  View More Photos નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત એલિસબ્રીજ શાળા નંબર ૭-૮ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના ''પરીક્ષા પે ચર્ચા 2022 કાર્યક્રમ" માં AMC સ્કૂલ બોર્ડના ચેરમેન ડો.સુજય મહેતા , પશ્રિમ ઝોનના મદદનીશ શાસનાધિકારી શ્રી નિમિષાબેન ચૌહાણ ,અધિકારીઓ , શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમ નિહાળ્યો.

 • સિગ્નલ સ્કૂલ કક્ષાએ વિવિધ સ્પર્ધાનું આયોજન
  View More Photos ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સિગ્નલ સ્કૂલ યોજના ના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વિકસવા સિગ્નલ સ્કુલ કક્ષાએ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
  જેમાં વકતૃત્વ સ્પર્ધા , ગીત ગાન સ્પર્ધા , કલાત્મક રમકડાંનું નિર્માણ , એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાઈ. દરેક સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા.

 • મધ્યાહન ભોજન યોજના
  View More Photos નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ભોજન આપવાનું શરુ કરવામાં આવ્યું.
  જે અંતર્ગત એલિસબ્રિજ શાળા નંબર 10 માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ના ચેરમેન ડો.સુજય મહેતા ,વાઇસ ચેરમેન શ્રી વિપુલ સેવક, શાસનાધિકારી ડો. એલ.ડી.દેસાઇ, નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના તથા અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવ્યું.

 • આઝાદીના અમૃત મહોત્સવ અંગેની ઉજવણી ના ભાગ રૂપે નિબંધ સ્પર્ધા
  View More Photos ભારત સરકારના ઇન્કમટેક્ષ વિભાગ અમદાવાદ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંગેની ઉજવણી ના ભાગ રૂપે નિબંધ સ્પર્ધા અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ માં ગુજરાત ઇનકમટેક્ષ ડિપાર્ટમેન્ટના પ્રિન્સીપાલ ચીફ કમિશનર શ્રી રવિન્દ્ર કુમારજી, અધિકારી શ્રી પ્રવીણકુમારજી, અધિકારીશ્રી એસ.એસ.રાણાજી, AMC સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, ડેપ્યુટી ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, સ્કૂલ બોર્ડ સભ્યશ્રી લીલાધર ખડકે, ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા.આ નિબંધ સ્પર્ધા માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ના વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ ભાગ લીધો અને ઇનામ મેળવેલ છે.

 • કોવિડ - ૧૯ - ૧૨ થી ૧૫ વર્ષની વય જૂથના બાળકોનું રસીકરણ
  View More Photos

  "કોવિડ - ૧૯ વૈશ્વિક મહામારી સામે રક્ષણ મેળવવા ૧૨ થી ૧૫ વર્ષની વય જૂથના બાળકોનું રસીકરણ કરવાની શરૂઆત" નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એલિસબ્રીજ શાળા નંબર 12 માં "12 થી 15 વર્ષના બાળકોના રસીકરણ કાર્યક્રમ" માં સ્કૂલ બોર્ડ ના માનનીય ચેરમેન શ્રી ડો. સુજયભાઇ મેહતા , પાલડી વોર્ડ ના કાઉન્સિલર શ્રી પૂજાબેન દવે, ચેતનાબેન પટેલ , જેનિકભાઈ વકીલ , પાલડી અર્બન હેલ્થ સેન્ટર ના એમ ઓ મીતાબેન, ડો. દીપલ બેન અને રસીકરણ માટેની 8 જણાની ટીમ હાજર રહ્યા.

  જે અંતર્ગત માનનીય ચેરમેન સરે રસી લેનાર બાળકોને રસી વિશે માહિતી આપી રસી લેવા માટે પ્રોત્સાહિત કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો. આજરોજ શાળાના 60 બાળકોને રસી આપવામાં આવી.

 • શિક્ષા પ્રસાર યાત્રા નો શુભારંભ
  View More Photos

  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શહેર કક્ષાની "શિક્ષા પ્રસાર યાત્રા" નો શુભારંભ ઉત્તર ઝોનની સરસપુર મ્યુનિ. શાળા ૭ અને ૨૬ ખાતે જગ્ગનાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, શાસનાધિકારી ડો. એલ.ડી.દેસાઈ, સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, સ્કૂલ બોર્ડના સર્વે સભ્યશ્રીઓ, વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, સ્કૂલ બોર્ડના અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલી ગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ કરવામાં આવ્યો.


 • સપનોં કા મંચ કાર્યક્રમ
  View More Photos અનંત નેશનલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સરકારી વસાહત વસ્ત્રાપુર પ્રા.શાળા ખાતે “સપનોં કા મંચ” કાર્યક્રમ યોજાયો. જેમાં સિગ્નલ સ્કૂલના ભૂલકાઓ દ્વારા પોતાના ભાવિ જીવનની સંકલ્પના અભિનય દ્વારા સચોટ રીતે રજુ કરાઈ.
  આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી ડો. સુજયભાઈ મેહતા ,અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ માન. અનુનય ચોબેજી, સ્કુલબોર્ડ અધિકારીશ્રીઓ તથા શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.