Activities
સ્કૂલ બોર્ડ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ

 • નિઃશુલ્ક મેડિકલ નિદાન - સારવાર કેમ્પ અને સુપોષણ અભિયાન
  View More Photos આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ હોમિયોપેથિક મેડીકલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા(અમદાવાદ યુનિટ), હોમિયો કેમિસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ (ગુજરાત) અને શ્રી અરિહંત શાંતિ વર્ધક શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ન.પ્રા.શિ.સમિતિ અમદાવાદના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક "મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ" તથા "સુપોષણ અભિયાન" નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
  આ કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડ ચેરમેન ડૉ. સુજય મેહતા , સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી સુરેશભાઈ કોરાની, શ્રી અભયભાઈ વ્યાસ, ગુજરાત હોમિયોપેથીક કાઉન્સિલના પ્રમુખ ડો. હરેશભાઇ પટેલ, સ્કૂલ બોર્ડ અધિકારીશ્રી ઓ તેમજ હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન ના 70 જેટલા ડોકટરશ્રીઓની ઉપસ્થિતમાં કરવામાં આવ્યો.
  આ કેમ્પમાં અગાઉ તપાસ કરાવેલ બાળકોમાંથી 630 બાળકોનું પુન: નિદાન કરી જરૂરી સારવાર અને સઘન તપાસ તથા વધુ સારવાર માટે પણ બાળકોની અલગ યાદી તૈયાર કરવામાં આવી તેમજ બાળકોને પ્રોટીન પાઉડર, પૌષ્ટિક આહાર તેમજ ફળ આપવમાં આવ્યા.

 • "એનિમીયા તપાસ અને સારવાર" અંગેના પ્રોજેક્ટ નું લોકાર્પણ કાર્યક્રમ
  View More Photos અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગ થી મ્યુનિસિપલ સ્કૂલના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓમાં "એનિમીયા તપાસ અને સારવાર" અંગેના પ્રોજેક્ટ નું લોકાર્પણ કાર્યક્રમ શ્રી ઋષિકેશ પટેલ (માનનીય મંત્રીશ્રી આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંપતિ અને પાણી પુરવઠા અને પ્રભારી મંત્રી ,અમદાવાદ શહેર) ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. આ પ્રસંગે આ પ્રસંગે શ્રી કિરીટકુમાર જીવણલાલ પરમાર (મેયરશ્રી, અમદાવાદ શહેર) , ડો. કિરીટભાઈ સોલંકી (સંસદસભ્ય, અમદાવાદ પશ્રિમ), શ્રી સુરેશભાઈ પટેલ (ધારાસભ્ય , મણીનગર વિધાનસભા ), શ્રી હિતેશભાઈ બારોટ (ચેરમેન શ્રી સ્ટેન્ડીંગ કમિટી), મ્યુ. કમિશ્નર શ્રી લોચન શહેરા, ડો. ધર્મેન્દ્ર ગજ્જર (કન્વીનરશ્રી, પ્રદેશ ભાજપ ડોક્ટર સેલ) ડો. સુજય મહેતા (ચેરમેન, સ્કૂલ બોર્ડ ), શ્રી ભરતભાઈ પટેલ (હેલ્થ કમિટી ચેરમેન) , શ્રી વિપુલભાઈ સેવક (વાઇસ ચેરમેન સ્કૂલ બોર્ડ ), શ્રી મોનાબેન દેસાઈ (ઇન્ડિયન મેડીકલ એસોસિએશન) ,વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ , ડેપ્યુટી ચેરમેન શ્રીઓ , સ્કૂલ બોર્ડના શાશનાધિકારી ડો. એલ.ડી. દેસાઈ, સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ ,મ્યુ.કાઉન્સિલરશ્રીઓ, વિદ્યાર્થીગણ અને વાલી ગણ ઉપસ્થિત રહેલ હતા.
  આગામી સમયમાં અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૫ થી ૮નાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓમાં "એનિમીયાની તપાસ અને જરૂર પ્રમાણે સારવાર" કરવામાં આવશે.

 • ટીચ ફોર ઇન્ડિયા દ્વારા લીડર વીક
  View More Photos ટીચ ફોર ઇન્ડિયા દ્વારા Leaders week નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કાંકરિયા પબ્લિક સ્કૂલ ખાતે સ્કૂલબોર્ડ ના ચેરમેન ડો. સુજય મહેતા, વાઇસ ચેરમેન શ્રી વિપુલ સેવક, સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી ધર્મેન્દ્ર મિશ્રા, સ્કૂલ બોર્ડ મદદનીશ શાસનાધિકારી અધિકારી શ્રી કિશન સિંહ રાઠોડ , નૂતન તાલીમ સંચાલક શ્રી, અધ્યાપક શ્રી તેમજ સુપરવાઇઝર શ્રી ઉપસ્થિત રહી ટીચ ફોર ઇન્ડિયાના શિક્ષક અને સંચાલકને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

 • શિક્ષક દિન નિમિતે આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ
  View More Photos શિક્ષક દિન નિમિતે આયોજિત કાર્યક્રમમાં સન્માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય શ્રી જીતુ વાઘાણી (શિક્ષણમંત્રી , ગુજરાત રાજ્ય)ની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં રાજ્યના 44 શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ગુરૂવર્યોને તથા 6 વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા માટે સન્માનિત કર્યા હતા.

 • શ્રી અમિતભાઇ શાહજી દ્વારા સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ
  View More Photos ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહજી દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા બનાવવામાં આવેલી સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

 • આઝાદી કા અમૃત મહોત્સવ” અંગેની ઉજવણી
  View More Photos નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત શાળાઓમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંગેની ઉજવણીના ભાગ રૂપે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત શાળાકક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.જેમાં રંગોળી , ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ,પ્રભાતફેરી જેવાં કાર્યક્રમો યોજાયા.

 • વંદે ગુજરાત વિકાસયાત્રા - એલિસબ્રિજ શાળા નં. 12
  View More Photos આજરોજ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા સંચાલિત એલિસબ્રિજ શાળા નં. 12માં ચિત્રસ્પર્ધા અને નિબંધસ્પર્ધા યોજવામાં આવી. જેમાં ચેરમેન ડો. સુજયભાઈ મહેતા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

 • આંબલી પ્રાથમિક શાળામાં ચોપડા વિતરણ કાર્યક્રમ
  View More Photos નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઉત્તર પશ્ચિમ ઝોનની આંબલી પ્રાથમિક શાળામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના જન્મદિન નિમિતે ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીજી દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ થયો.
  આ કાર્યક્રમમાં સ્કુલબોર્ડ ચેરમેન ડો.સુજયભાઈ મહેતા , વાઇસચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, સ્કુલ બોર્ડ શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈ , સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી લીલાધરભાઇ ખડકે, તથા વોર્ડના કોર્પોરેટરશ્રીઓ હાજર રહ્યા.

 • ઇકો-ફ્રેન્ડલી ફ્રાઈડે

  View More Photosઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર શુક્રવારને 'ઇકો-ફ્રેન્ડલી ફ્રાઈડે' અભિયાન ચાલુ કરવામાં આવ્યું.જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઈ , સ્કુલ બોર્ડના અધિકારીશ્રી તેમજ શિક્ષકોએ ભાગ લઈ નાગરિકોને પ્રોત્સાહિત કર્યા.


 • ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ દ્વારા રાજભવન ખાતે રાજ્ય પુરસ્કાર વિતરણ સમારોહ

  View More Photosગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ દ્વારા રાજભવન ખાતે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાતના શિક્ષણમંત્રી માન. શ્રી જીતુભાઇ વાઘાણીજી ની ગરિમામય ઉપસ્થિતિમાં "રાજ્ય પુરસ્કાર વિતરણ સમારોહ" યોજવામાં આવ્યો.
  રાજભવન ખાતે યોજાયેલા આ રાજ્ય પુરસ્કાર વિતરણ સમારોહમાં શ્રેષ્ઠ સ્કાઉટ્સ અને ગાઇડ્સને મહાનુભાવોના હસ્તે રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
  આ પ્રસંગે સ્કાઉટ્સ-ગાઇડ્સ પ્રવૃત્તિમાં સહયોગી બની યોગદાન આપનારા મહાનુભાવને તેમજ AMC સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતાને પણ Thanks BADGE આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  આ પ્રસંગે ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને ગુજરાત રાજ્ય, ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના વાઈસ પેટ્રન શ્રી કલ્પેશભાઈ ઝવેરી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર, નેશનલ- કમિશનર, સ્કાઉટ્સ શ્રી મનીષ કુમાર મહેતા, ડેપ્યુટી ઇન્ટરનેશનલ-કમિશ્નર ઓફ ગાઇડ્સ શ્રીમતી અનારબેન પટેલ, સ્ટેટ ચીફ કમિશ્નર શ્રી સવિતાબેન પટેલ, AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, શાશનાધિકારીશ્રી ડો. એલ.ડી.દેસાઈ તેમજ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.


 • 76માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વેજલપુર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

  View More Photos76માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વેજલપુર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર શ્રી કિરીટભાઈ પરમારજી ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
  આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના તેમજ સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી; જેમાં કાર્યક્રમના અંતે મેયરશ્રી તેમજ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અને મ્યુ. કમિશ્નરશ્રી દ્વારા તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું.


 • 76માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સિગ્નલ સ્કૂલ

  View More Photos76માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સિગ્નલ સ્કૂલના તમામ ઝોનના બાળકો , સિગ્નલ સ્કૂલ શિક્ષક અને સહાયક તેમજ સ્કાઉટ બેન્ડ સરખેજ કન્યા શાળાની ટીમ સાથે સ્કાઉટ ભવનથી એલીસબ્રીજ ૨૮ સુધી તિરંગા રેલી યોજાઈ. તેમજ એલીસબ્રીજ ૨૮ માં ધ્વજવંદન પ્રોગ્રામમાં હાજરી આપવામાં આવી.


 • આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "દેશભક્તિના ગીતોની શહેર કક્ષાની સ્પર્ધા
  View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "દેશભક્તિના ગીતોની શહેર કક્ષાની સ્પર્ધા" યોજવામાં આવી.
  આ પ્રસંગે શ્રી કિરીટભાઈ પરમાર (મેયરશ્રી, અમદાવાદ શહેર) , શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ (પૂર્વ અધ્યક્ષ, ઔડા), શ્રી હિતેશભાઈ બારોટ (ચેરમેન શ્રી સ્ટેન્ડીંગ કમિટી), શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ (નેતાશ્રી), ડો. સુજય મહેતા (ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડ ), શ્રી વલ્લલ્ભભાઈ પટેલ (ચેરમેનશ્રી A.M.T.S.), શ્રી વિપુલભાઈ સેવક (વાઇસ ચેરમેનશ્રી સ્કૂલ બોર્ડ ), ડૉ. એલ.ડી. દેસાઇ (શાસનાધિકારીશ્રી , સ્કૂલ બોર્ડ ), મ્યુ.કોર્પોરેશનની વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ, સ્કૂલબોર્ડના સભ્યશ્રીઓ, મ્યુ.કાઉન્સિલરશ્રીઓ, શિક્ષકશ્રીઓ , વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ ખુબ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.
  તેમજ દેશભક્તિના ગીતોની શહેર કક્ષાની સ્પર્ધામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા ખુબ જ સુંદર રીતે દેશભક્તિના ગીતો રજુ કરવામાં આવ્યા.આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ તેમજ ભાગ લેનાર સર્વ સ્પર્ધકોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું.
  કાર્યક્રમ બાદ સર્વે ઉપસ્થિત લોકોએ "હર ઘર તિરંગા" ના સમર્થનમાં સંકલ્પ લીધો.

 • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા
  View More Photos

  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "ભવ્ય તિરંગા યાત્રા" યોજવામાં આવી. આ પ્રસંગે શ્રી કિરીટભાઈ પરમાર (મેયરશ્રી, અમદાવાદ શહેર) , શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ (પૂર્વ અધ્યક્ષ, ઔડા), શ્રી હિતેશભાઈ બારોટ (ચેરમેન શ્રી સ્ટેન્ડીંગ કમિટી), શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ (નેતાશ્રી), ડો. સુજય મહેતા (સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડ ), શ્રી વલ્લલ્ભભાઈ પટેલ (ચેરમેનશ્રી A.M.T.S.), શ્રી વિપુલભાઈ સેવક (વાઇસ ચેરમેનશ્રી સ્કૂલ બોર્ડ), ડૉ. એલ.ડી. દેસાઇ (શાસનાધિકારીશ્રી , સ્કૂલ બોર્ડ ), મ્યુ.કોર્પોરેશનની વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ, મ્યુ.સ્કૂલબોર્ડના સભ્યશ્રીઓ, મ્યુ.કાઉન્સિલરશ્રીઓ, શિક્ષકશ્રીઓ , વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.