Activities
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક મૂલાકાત
શિક્ષણમાં મદદરૂપ થતી ઈતર પ્રવૃત્તિઓ જેમાં મનોરંજન સાથે જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવા હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઈન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ-૨૦૨૪માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકના ઉત્તર ઝોન તથા પશ્ચિમ ઝોન યુ.આર.સીના દિવ્યાંગ વિદ્યાર્થીઓને મૂલાકાત અર્થે લઈ જવામાં આવ્યા હતા. વધુમાં પશ્ચિમ ઝોનના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સુપ્રસિદ્ધ અટલ ફૂટ બ્રિજની મૂલાકાતે પણ લઈ જવામાં આવ્યા હતાં.