Activities
પ્રાથમિક સારવાર તાલીમ
તા ૨૨-૦૮-૨૦૨૫ ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની થલતેજ અનુપમ પ્રાથમિક શાળા નં-૧માં પ્રાથમિક સારવાર તાલીમ અંતર્ગત ‘INDIAN RED CROSS SOCIETY’ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ લેવી કેમ જરૂરી છે તે વિશે માહિતગાર કરવામાં આવ્યા. રસ્તા પર, ઘરે, શાળામાં કે પછી ગમે ત્યાં અન્ય જગ્યાએ કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં, ધબકારા રોકાય જવા કે પછી અન્ય શારીરિક તકલીફ વખતે એક ઉત્તમ નાગરિક તરીકે આપણે શું- શું અને કેવી કેવી મદદ કરી શકીએ તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઉપરાંત CPR એટલે શું? કોને આપી શકાય, CPR શા માટે જરૂરી છે તે તમામ બાબતો બાળકોને સમજાવવામાં આવી.