Activities
કાંકરિયા શાળામાં “સમાનતા મહોત્સવ” દ્વારા સર્વસમાવિષ્ટ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો ઉમદા પ્રયાસ
તા ૧૧/૦૩/૨૦૨૫ના રોજ સ્કુલ બોર્ડ અમદાવાદ અને પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે કાંકરિયા શાળા નંબર ૮ ખાતે સમાનતા મહોત્સવ “સર્વસમાવિષ્ટ શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા દિવ્યાંગ તેમજ સામાન્ય બાળકો માટે સમાનતા અને સુખદ શૈક્ષણિક અનુભૂતિ ઊભી કરવાના હેતુસર યોજાયો.
આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કેશવભાઇ ચેટરજી, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.