Activities
મુઠીયા પ્રાથમિક શાળામાં રમતોત્સવ: વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
તા ૨૮/૦૨/૨૦૨૫ને શુક્રવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નરોડાની મુઠીયા પ્રાથમિક શાળા નં-૧માં શાળા કક્ષાનો રમતોત્સવ યોજાયો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી લીલાધરભાઈ ખડકે તથા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.