Activities
રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવણી
તા ૨૯-૦૮-૨૦૨૫ ના રોજ હોકીના જાદુગર તથા ભારતના ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવતા “રાષ્ટ્રીય ખેલ દિવસ” નિમિત્તે અને “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ” અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓમાં વિવિધ રમતોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમ અંતર્ગત અમરાઈવાડી ગુજરાતી શાળા નં ૧૩માં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, AMC શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ તથા મ્યુનિ કાઉન્સિલર શ્રીઓનીઉપસ્થિતિમાં રમત ગમત સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને રમતગમતમાં ભાગ લેવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતુ તથા વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
માન. સાંસદ શ્રીએ આ તકે શાળાની પણ મુલાકાત કરી સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.