Activities
સિગ્નલ સ્કૂલમાં ‘બૂક ઓન વ્હીલ’ કાર્યક્રમનો શુભારંભ
તા ૧૯/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના સહયોગથી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને અમદાવાદ મ્યુ. સ્કુલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે “ભિક્ષા નહીં શિક્ષા”ના ઉમદા ઉદ્દેશથી ચાલતી “સિગ્નલ સ્કૂલ” ના બાળકો માટે “બૂક ઓન વ્હીલ” કાર્યક્રમનો શુભારંભ અમદાવાદના માનનીય મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈનના હસ્તે તથા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા તથા અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતિ દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.