Activities

તા ૦૮/૦૧/૨૦૨૫ના રોજ એલિસબ્રિજ શાળા નંબર 2/ 26 માંથી જીએલએસ કોલેજ ફેકલ્ટી ઓફ કોમર્સ, દ્વારા ધોરણ:- 6 થી 8ના 20 બાળકોને તથા શાળાના શિક્ષકોને કોલેજના સ્ટાફ તથા સ્વયંસેવકોની મદદથી કોલેજની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું,

દર મહિને ન.પ્રા.શિ.સમિતિની શાળાઓમાં “YOUNG BHASKAR” સામાયિક વિદ્યાર્થીઓમાં વિવિધ જાણકારી, જીજ્ઞાસા, સાંપ્રત માહિતી, નવીનતા અને પ્રવૃત્તિઓ માટે ઉત્સુકતા નિર્માણ કરવાના હેતુસર નિયમિત આપવામાં આવે છે.

તા ૦૮/૦૧/૨૦૨૫ના રોજ ન.પ્રા.શિ સમિતિ, અમદાવાદની કૃષ્ણાનગર હિન્દી શાળા નં 01 ના વિદ્યાર્થીઓને SVPI એરપોર્ટ મુલાકાત કરાવવામાં આવી.

તા ૦૮/૦૧/૨૦૨૫ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર સ્થિત ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત ફ્લાવર શૉને માત્ર મનોરંજન પૂરતો સિમિત ન રાખતા, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સામાન્ય નાગરિકોમાં રહેલ કલાત્મકતા બહાર આવે તે હેતુસર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની GIDC ઓઢવ હિન્દી શાળા નં 1નાં બાળકોને બેગ લેશ વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત ગાય વિશે માહિતગાર કરવા, તા:૦૭/૦૧/૨૦૨૫ના રોજ નાગરવેલ હનુમાનજી મંદિરની નવધા ગૌશાળા અમરાઈવાડી ખાતે મુલાકાત કરાવવામાં આવી.

તા ૦૪/૦૧/૨૦૨૫ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પૂર્વ ઝોન યુ.આર.સી ખાતે 17 ક્લસ્ટર માંથી 51 વિદ્યાર્થીઓએ વાર્તા સ્પર્ધામાં ભાગ લીધો, વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા અને બાકીના તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પેન દ્વારા પુરસ્કૃત કરીને એમનો ઉત્સાહ વધારવામાં આવ્યો.

તા ૦૪/૦૧/૨૦૨૫ના રોજ ન.પ્રા.શિ. સમિતિના યુ.આર.સી દક્ષિણ ઝોનની દાણીલીમડા શાળા નંબર 3/4 ખાતે નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું…

તા:૦૩/૦૧/૨૦૨૫ના રોજ સદવિચાર પરિવારના ઉપક્રમે સ્વાતંત્ર્ય સેનાની અને આરઝી હકુમતના લડવૈયા શ્રી કનુભાઈ જી. લહેરીની ૧૧૦ મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી ચિત્ર અને નિબંધ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાંઉદ્યોગપતિ પ્રકાશભાઈ (અતિથિ વિશેષ), સુરેખાબેન પ્રશાંતભાઈ, પદ્મશ્રી ડૉ. પંકજભાઈ શાહ (પ્રમુખશ્રી, સદવિચાર પરિવાર), શ્રી પી. કે. લહેરી IAS (પૂર્વ મુખ્ય સચિવ) અને લહેરી પરિવારના પ્રતીક્ષાબેન લહેરી, પાર્થેશ લહેરી અને અધ્યક્ષસ્થાને શ્રી એલ. ડી. દેસાઈ (શાસનાધિકારી, સ્કૂલ બોર્ડ, અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા.

તા ૦૩-૦૧-૨૦૨૫ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ પશ્ચિમ ઝોન -1ની એલિસબ્રીજ ગુજરાતી શાળા નં -14 ના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ 2025ની ઊજવણી સાથોસાથ આવનાર ઉત્તરાયણ પર્વની ઉજવણી સંદર્ભે ચાઈનીઝ બનાવટની દોરીનો ઉપયોગ ન કરતાં દેશી બનાવટની પતંગ દોરી વાપરવાના હેતુસર “સ્વદેશી અપનાવો”નો સંદેશ પ્રસારિત કરવા કાર્યક્રમ યોજાયો.

તા: 03/01/2025, શુક્રવારના રોજ અમદાવાદની બિગ લીપ કિડ્સ ક્લબ નહેરુનગર દ્વારા એલિસબ્રીજ અનુપમ શાળા નં -૧૭ ખાતે ધોરણ :- 6, 7 અને 8 માટે જ્ઞાન સાથે ગમ્મતના હેતુથી આધુનિક ટેક્નોલોજી વિષયક માહિતી તથા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ 02/01/2025, ગુરુવારના રોજ અમદાવાદની બિગ લીપ કિડ્સ ક્લબ નહેરુનગર દ્વારા શહીદ વીર કેપ્ટન નિલેશ સોની અનુપમ પ્રાથમિક શાળા ખાતે ધોરણ :- 6, 7 અને 8 માટે જ્ઞાન સાથે ગમ્મતના હેતુથી આધુનિક ટેક્નોલોજી વિષયક માહિતી તથા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા ૦૨/૦૧/૨૦૨૫ના રોજ આપણા સન્માન્નિય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના આહ્વાનને અનુસરી સમયાંતરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા ગાંધી આશ્રમની મુલાકાતે લઈ જવામાં આવે છે તેના ભાગરૂપે GIDC ઓઢવ હિન્દી શાળા નં 1ના ધોરણ 1 અને 2ના બાળકો ગાંધી આશ્રમ ની મુલાકાત કરવવામાં આવી.

તા ૦૨/૦૧/૨૦૨૫ ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના પશ્ચિમ ઝોન-૧ ની એલિસબ્રીજ શાળા નં -૧૨ ખાતે નવા વર્ષ ૨૦૨૫ની માનવા કૃતિ રચીને ઉજવણી કરી વધાવવામાં આવ્યું.

આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનને અનુસરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગાંધી આશ્રમની પ્રેરણાદાયી મુલાકાત અંતર્ગત ઝોન કક્ષાની લોક ગાઈડ સ્પર્ધાનું આયોજન તા ૨૮/૧૨/૨૦૨૪ના રોજ કરવામાં આવ્યું હતું.
