AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ

Activities

SVP શાળામાં યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા સ્કૂલ બેગ વિતરણ સમારોહ

દરિયાપુર પબ્લિક સ્કૂલના બાળકોની કાંકરિયા પ્રાણીસંગ્રહાલય મુલાકાત: શૈક્ષણિક પ્રવાસનો રોમાંચક અનુભવ

મુઠીયા પ્રાથમિક શાળામાં રમતોત્સવ: વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

“જન ઔષધી બાલમિત્ર દિવસ” ની ઉજવણી: સસ્તી અને ઉત્તમ દવાઓ માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના પ્રચારિત

દૂધ સંજીવની યોજનાનો શુભારંભ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રેરણાદાયી શરૂઆત

અંગ્રેજી ઝોનની શાળાના વિદ્યાર્થીઓની ગાંધી આશ્રમ મુલાકાત: ગાંધી વિચારોનું પ્રેરણાદાયી સંચરણ

ચાણક્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ગુજરાત હાઇકોર્ટ મુલાકાત: ન્યાયતંત્રને પ્રત્યક્ષ સમજવાનો અનોખો અનુભવ

AMC-Amdavad Municipal Corporation દ્વારા વીર શહીદ રજનીશભાઈ પટણીના નામે શાળાનું નામકરણ અને પરિવારજનોનો સન્માન સમારોહ

એલિસબ્રીજ મ્યુ.શાળા નં -૧૭ ખાતે આયોજિત “અસ્મિતા બાસ્કેટબોલ વિમેન્સ લીગ”નો શુભારંભ

અમદાવાદની જોધપુર પ્રાથમિક શાળા નં.૧માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તેમજ “હમ ફીટ તો ઈન્ડિયા ફિટ” અને “ખેલો ઈન્ડિયા”

તા ૨૨/૦૧/૨૦૨૫ને બુધવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 માં ઝોન કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની શહેર કક્ષાની શ્રેષ્ઠ વાચક સ્પર્ધાનું આયોજન અંગ્રેજી ઝોન ઓફિસ ખાતે અધિકારીઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ. વિજેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

તા.૨૨/૦૧/૨૦૨૫ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન AMA દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતાં “Educational Support પ્રોગ્રામ” અંતર્ગત યોજાયેલ સેમિનારની મુલાકાત ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા દ્વારા લેવામાં આવી અને AMA નો આભાર માની ભાગ લેનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

દેશના યશશ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલ આહવાન “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ” અંતર્ગત વિધાર્થીઓ રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે તે હેતુથી તા,૨૦/૦૧/૨૦૨૫ ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની મુખ્ય કચેરી સ્કાઉટ ભવન ખાતે શહેર કક્ષાનો વાર્ષિક રમતોત્સવ -૨૦૨૫ યોજાયો.

તા ૧૮/૦૧/૨૦૨૫ને શનિવારે AMC પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ(અનુ.જાતિ/અનુ.જનજાતિ) દ્વારા આયોજીત તૃતીય અધિવેશન કાર્યક્રમ યોજાયો. જેમાં મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા, વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, સ્કૂલ બોર્ડના શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી. દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

Scroll to Top

AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ